2019 અને ભારતનું ભવિષ્ય




               "ભારત - દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ" હોવાનું ગૌરવ ધરાવે છે અને તેના ગૌરવમાં વૈશ્વિકસ્તરે વધારો કરતી અને તેની લોકશાહીને વધારે મજબૂત બનાવતી કોઈ ઘટના હોય તો તે છે "દેશની સામાન્ય ચૂંટણી" એટલે કે લોકસભાનું ઈલેક્શન જે વર્ષ 2019માં માર્ચથી લઈને મે મહિના સુધી ચાલશે પરંતુ તેના પડઘમ અત્યારથી જ વાગવાનાં શરૂ થઈ ચૂક્યા છે.
               2019 નો જંગ ભારતનું ભવિષ્ય નક્કી કરનારો સાબિત થશે. જો સત્તારૂઢ પાર્ટી BJPનો વિજય થશે તો તે તેની અત્યાર સુધી બનાવેલી નીતિઓને વધુ અસરકારક રીતે લાગુ કરી શકશે અને મોદીજીના નેતૃત્વ હેઠળ '2022 - New INDIA' નું સ્વપ્ન સાકાર કરવા હરણફાળ ભરી શકશે. પરંતુ જો BJPનો પરાજય થાય એવા સંજોગોમાં સૌથી વધુ અસર હાલમાં ચાલી રહેલી દેશહિતની યોજનાઓ પર પડશે જેને વિપક્ષ અટકાવવા કે બંધ કરવા તત્પર છે.
               2019નો જંગ "Modi v/s All" બની રહેવાનો છે એમાં કોઈ શંકાને સ્થાન નથી. BJPના વડપણ હેઠળ રચાયેલું NDA(National Democratic Alliance) તેમના સંયુક્ત પ્રધાનમંત્રી પદના ઉમેદવાર તરીકે શ્રી નરેન્દ્ર મોદીની વરણી કરશે તે નિશ્ચિત છે. 2014ની રસાકસીથી ભરપૂર એવી લોકસભાની ચૂંટણીમાં "Modi Magic" ખૂબ જોરશોરથી ચાલ્યું હતું અને કમળ સંપૂર્ણપણે ખીલ્યું હતું. BJPએ 282 સીટ જીતવા સાથે પૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી હતી અને દેશમાં સૌપ્રથમવાર પૂર્ણ બહુમતવાળી બિન-કોંગ્રેસી સરકાર બની હતી. કોંગ્રેસનું આઝાદ ભારતના ઈતિહાસમાં સૌથી ખરાબ પ્રદર્શન રહ્યું હતું અને ફક્ત 44 સીટ જ જીતી શકી હતી.
               સૌથી ખરાબ હાલત અત્યારે કોંગ્રેસની છે કારણ કે નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ જે 'કોંગ્રેસ મુક્ત ભારત'નું બીડું ઉપાડ્યું હતું તેના પરિણામે આજે કોંગ્રેસ ભારતમાં ક્યાંય પણ એકલી પોતાના દમ પર લડવા સક્ષમ રહી નથી. પ્રાદેશિક પક્ષોના સહારે તે BJP પર હાવી થઈ શકે છે પરંતુ તેમ કરવા જતાં નુકસાન કોંગ્રેસનું જ થશે તે નિશ્ચિત છે. પ્રાદેશિક પક્ષો વારંવાર પોતાના સ્વાર્થ માટે કોંગ્રેસને બ્લેકમેલ કરશે.
               વિપક્ષો માટે સૌથી મોટો પ્રશ્ન વિપક્ષી એકતા ટકાવવાનો અને વિપક્ષી નેતાનો છે. "મોદીની સામે કોણ?" આ પ્રશ્ન એ વિપક્ષની ઊંઘ હરામ કરી નાખી છે. રાહુલ ગાંધી, માયાવતી, મુલાયમસિંહ, દેવગૌડા, ચરણસિંહ, શરદ યાદવ, અખિલેશ, તેજસ્વી, ચંદ્રાબાબુ જેવા લોકો પોતાને નેતા તરીકે દર્શાવે છે પરંતુ હકીકતમાં આમાંથી એક પણ વ્યક્તિ દેશ તો દૂર પણ પોતાની પાર્ટી ચલાવવા પણ સક્ષમ નથી. આ લોકો દેશને ફરી પાછા 'ખીચડી સરકાર'વાળી અરાજકતામાં ધકેલી દેવા માંગે છે. 2019માં એક તરફ નરેન્દ્ર મોદી હશે અને તેની વિરુદ્ધમાં વિપક્ષના બાકીના નેતાઓ હશે. ફેંસલો દેશની પ્રજાએ કરવાનો છે કે તેમને "મજબૂત નેતા અને નિર્ણાયક સરકાર" જોઈએ છે કે પછી "પરિવારવાદવાળા નેતા અને ખીચડી સરકાર".
               BJPએ પણ પાર્ટીની અંદર રહેલા હિતશત્રુઓને ઓળખીને દૂર કરવા પડશે અને વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવું પડશે. લોકોને સરકારની લોકહિતની યોજનાઓ અને તેનાથી થતા લાભ વિશે માહિતગાર કરવા પડશે. આ માટે 2014ની જેમ RSS(રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના સહકાર અને માર્ગદર્શનની જરૂર પડશે.
               આશા રાખીએ કે 2019ની ચૂંટણીઓમાં BJPનો ભવ્યાતિભવ્ય વિજય થાય અને શ્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર પ્રધાનમંત્રી પદને શોભાવે. વૈશ્વિક મહાસત્તા બનવા તરફ અગ્રસર એવા ભારતને આ તબક્કે ગઠબંધનથી બનેલી નબળી સરકાર કરતાં પોતાના દમખમથી બનેલી એક પાર્ટીના પૂર્ણબહુમતવાળી નિર્ણાયક સરકારની વધારે આવશ્યકતા છે.

Comments

Popular posts from this blog

वोटर गुजरात के